* આદત છે *
અમે કહેતા નથી કે રસ્તો કરી આપો ,
અમને તો ભીડમાં ચાલવાની આદત છે .
જિંદગીનો સાચો રાહ હજુ સુધી મળ્યો નથી ,
બસ આમ , પગલે - પગલે ઠોકર ખાવાની આદત છે .
કોણ કહે છે કે મુશ્કેલીમાં રડવાનું હોય ?
અમને તો મોત સમયે પણ હસવાની આદત છે .
કોણ કરે છે આ જમાનામાં હંમેશા બીજાને યાદ ?
અમને તો સ્મૃતિનાં પાના ફેરવવાની આદત છે .
ભટકયા કરતા હોય છે ઘણાં એકબીજાના રસ્તામાં ,
અમને તો સામેથી તરી જવાની આદત છે .
આજે સહન કરતું નથી કોઈ બે કડવા શબ્દો ,
પરંતુ, ' સુમિત ' ને તો કડવા ઘૂંટડા ગળી જવાની આદત છે.
No comments:
Post a Comment